મુખ્યમંત્રી પુષ્કર ધામીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
દુર્ઘટના વખતે બસમાં ફક્ત ડ્રાઇવર અને કન્ડક્ટર જ ઉપસ્થિત હતા, પેસેન્જર લેવાની ઉતાવળે 5 લોકોના જીવ લીધા
ઉત્તરાખંડ |
પૂર્ણાગિરી રોડ પર થુલીગઢ નજીક એક કરૂણ અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ અકસ્માતમાં આઠ મુસાફરોને ઈજા થઈ હતી. મા પૂર્ણાગિરીના દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોને મેળા દરમિયાન મુસાફરોને લઈ જવા માટે કોન્ટ્રાક્ટ પર રખાયેલી એક ખાનગી બસે કચડી નાખ્યા હતા. અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે અને એકનું ટનકપુરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. 10 ઘાયલોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ટનકપુર લાવવામાં આવ્યા હતા. જ્યારે સ્થિતિ ગંભીર બનતા બેને હાયર સેન્ટરમાં રીફર કરાયા હતા. જેમાંથી એકનું હલ્દવાની લઈ જતી વખતે મોત થયું હતું. મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરૂષો સામેલ છે. મૃતકો અને ઘાયલો પૈકી ઘણા એક જ પરિવારના છે. સીએમ પુષ્કર ધામીએ દુર્ઘટના પર ગાઢ શોક વ્યક્ત કર્યો છે.
મુલાકાત કરીને પાછા ફરતી વખતે આ સમૂહ ઠુલીગઢ પહોંચ્યું હતું
અન્ય સમાચાર :-
તાવ, શરદી, ઉધરસ, કફ ની આયુર્વેદિક દવા, મળો નડિયાદ ના કિરણ રાવલજી ને..
છુટ્ટા પૈસા નહોતા તો જંત્રાલના યુવકે મહિલા કંડકટરને બસમાં જ માર માર્યો
આ દુર્ઘટના ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે પૂર્ણાગિરી મંદિરથી 10 કિમી દૂર ઠુલીગઢ નજીક બની હતી. ઉત્તર પ્રદેશના બહરાઇચ અને બદાયુંથી ભક્તોનું એક જૂથ માતા પૂર્ણાગિરીના દર્શન કરીને પાછા ફરતી વખતે ઠુલીગઢ પહોંચ્યું હતું. તે પછી તીર્થયાત્રીઓને ટનકપુર લાવવાની ઉતાવળમાં એક ખાનગી બસ (UA12-3751) ઠુલીગઢ પોલીસ ચોકી પાસે રોડ કિનારે ઉભેલા 12 યાત્રાળુઓ પર ફરી વળી હતી. ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. પોલીસ અને અન્ય શ્રદ્ધાળુઓની મદદથી ઘાયલોને 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનો દ્વારા ટનકપુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં માત્ર ડ્રાઈવર અને કંડક્ટર જ હતા.