એક લાખ રૂપિયા લઇને આવ તો અમે તને સારી રીતે રાખીશું
પતિ પત્ની ઓર વો વાળો કિસ્સો બન્યો
અમદાવાદ |
શહેરના ચાંદખેડા વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન બાદ પત્નીને તેના પતિએ કહ્યું કે, મારે બીજી સ્ત્રી સાથે સંબંધ છે. એટલે હું તને ટચ કરતો નથી. જોકે, પતિ સિવાય પણ સાસરિયા તેને માનસિક ત્રાસ આપતા હતાં. એટલું જ નહીં, પરિણીતાને બીપીની તકલીફ થતાં દવા પણ કરાવી નહોતી.
ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના બે-ત્રણ મહિના બાદ તેના પતિ તેનાથી અલગ રહેતા હતાં. તેના સાસુ પણ હેરાન પરેશાન કરતાં હતાં. જ્યારે તેના પતિએ તેને કહ્યું કે, મારે બીજી સ્ત્રી સાથે સંબંધ છે. એટલે હું તને ટચ કરતો નથી. મારા તો પરાણે લગ્ન કરાવેલ છે. જ્યારે કાકા સસરા અને કાકી સાસુ તેમના ઘરે આવીને હેરાન કરવાના કારનામા તેના પતિને શીખવાડતા હતાં. પરિણીતાનો જેઠ પણ તેને ધરમાંથી કાઢી મુકવા માટે કહેતા હતાં. જોકે, સાસરિયાના ત્રાસથી પરિણીતાને બીપીની તકલીફ થતાં તેના સાસરીવાળા કહેતા કે, અહીંયા કોઇ દવા મળશે નહીં, તારે તારા મા બાપને ત્યાં દવા કરાવી લેવી અને લગ્નમાં કંઇ આપ્યું નથી તો દહેજ પેટે રૂપિયા એક લાખ લઇ આવ તો તને સારી રીતે રાખીશું.
‘ હું આને જાનથી મારી નાખીશ ‘
પરિણીતાનો પતિ તેને કહેતો કે, તને તો રાખવી જ નથી. મારે તો બીજી સ્ત્રી સાથે સંબંધ છે. આ તો મને સમાજના કારણે મારે તારી સાથે લગ્ન કરવા પડ્યા છે. મેં તારી સાથે મજબુરીથી લગ્ન કર્યા છે. ઉપરાંત તેનો પતિ સાસુને કહેતો કે તું વધારે ટોર્ચર કર નહીં તો હું આને મારી નાંખીશ. પરિણીતાના પિતાને પણ તેને ખોટી રીતે બદનામ કરતાં હતાં. આમ અંતે કંટાળીને પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી કરી છે.