10 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી
સ્થાનિક રહિશોની જીભાજોડી, ‘ તમને આ જ જગ્યા પર દબાણો દેખાયા બીજે દેખાયા જ નહી ‘
આણંદ |
આણંદ ભાલેજ ઓવરબ્રિજથી સામરખા ચોકડી, એકસપ્રેસ વે સુધી માર્ગ પર ખડકાયેલા 100થી વધુ દબાણો દૂર કરાતા રોડ 12 મીટર ખુલ્લો થયો હતો. માર્ગ મકાન વિભાગે 10 દિવસ અગાઉ આપેલી 150 થી વધુ દબાણ કરતાને નોટીસ પાઠવીને સ્વૈચ્છાએ દબાણદૂર કરવા જણાવ્યું હતું. પરંતુ દબાણો દૂર ના થતાં માર્ગ મકાન વિભાગ શનિવાર સવારે જેસીબી મશીન, ટ્રેકટરો અને પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગઇ હતી. ખરેખર નોટીસ આપી હતી તેવા શેડ બહાર કાઢનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ રોડને અડીને આવેલી કામચલાઉ હાટડીઓ, ઓટલો તોડીને દબાણો દૂર કર્યા છે.
ઇસ્માઇલનગરમાં રોડની બંને બાજુ ગેરકાયદે ઉભી થયેલી હાટડીઓ, ઓટલા સહિતના 100થી વધુ દબાણો દૂર કર્યા હતા. જેને લઇને સ્થાનિક નાગરિકોએ રોષ વ્યકત કર્યો હતો.તમને આ વિસ્તારમાં દબાણો દેખાયા છે. બીજે કયાં દબાણ નથી. જેથી કેટલીક જગ્યાએ તું તું મે મે થયું હતું.પોલીસ કાફલો હોવાથી મામલો શાંત પડી ગયો હતો આખરે 2 કલાક સુધી દબાણ હટાવવાનું નાટક ચાલ્યું હતું. માત્ર હાટડીઓનો કાટમાળ ભરીને તંત્ર પરત ફર્યું હતું. આણંદ માર્ગ મકાન વિભાગ અને આરએમડી વિભાગ દ્વારા આગામી દિવસો ખાસ ઝુંબેશ હાથધરીને પાકા દબાણો દૂર કરવામાં આવશે.
દોઢ વર્ષ પહેલા માપણી કરીને માર્કીંગ કરેલા દબાણો બચાવી લેવાયા!
અવકુડા દોઢ વર્ષ અગાઉ માપણી દરેક દુકાનદારો સહિત કોમ્પ્લેક્ષ માલિકોને માર્કીગ કરીને જે તે દબાણ દૂર કરવા સુચના આપી હતી. જેમાં 10 થી વધુ દુકાનો સહિત કામચલાઉ હાટડીઓનો સમાવેશ થતો હતો. ત્યારે માર્ગ મકાન વિભાગે દબાણ હટાવો ઝુંબેશ હાથધરી છે. ત્યારે આવા પાકો દબાણો બચાવી લેવાયા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
બાકીના દબાણો પછી હટાવાશે
આણંદ માર્ગ મકાન વિભાગ દ્વારા 10 દિવસ અગાઉ 155 વધુ દબાણ કર્તાઓને નોટીસ પાઠવીને સ્વૈચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ દબાણો દૂરના થતાં શનિવારે 20 ઓટલા, 30 હાટડીઓ સહિત 100થી વધુ કાચાપાકા દબાણો હટાવાયા હતા.બાકીના દબાણો ટૂંક સમયમાં હટાવાશે. > જીગર પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર,માર્ગ મકાન વિભાગ આણંદ