~ એશિયા કપ માટે બીસીસીઆઈ એ બનાવ્યું મજબૂત ટીમ કોમ્બિનેશ
~ ટીમમાં મોટા દિગ્ગજ પ્લેયર્સનું કમબેક, જ્યારે સંજુ સેમસનની ટીમમાંથી હકાલપટ્ટી
• વર્લ્ડ કપ પહેલાની અગ્નિ પરીક્ષા માટે ટીમ ઇન્ડિયા તૈયાર :
હર્ષ ભટ્ટ | BCCI દ્વારા એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે . રોહિત શર્મા અને વિરાટ કોહલી ટૂંકા વિરામ બાદ હવે એકશનમાં પાછા ફરવા માટે તૈયાર થયા છે . વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ટીમના બેટિંગ ઓર્ડરને મજબૂત બનાવવાની જીમ્મેદારી શુભમન ગિલ , સૂર્યકુમાર યાદવ , શ્રેયસ ઐયર , ઈશાન કિશન , તિલક વર્માની સાથે હાર્દિક પંડ્યા , રવીન્દ્ર જાડેજા , અક્ષર પટેલ અને શર્દુલ ઠાકુર જેવા ઓલ રાઉન્ડર ઉપર રહેશે . ઉલ્લેખનીય બાબત અહીંયા એ છે કે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં સારું પરફોમેન્સ આપનાર તિલક વર્માને પણ ટીમમાં સ્થાન મળ્યું છે . જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો જસપ્રીત બુમરાહના કમ્બેક થી બોલિંગ ઓર્ડર વધુ મજબુત બન્યો છે , તેમની સાથે પેસ બેટરીમાં મોહમ્મદ સિરાજ , મોહમ્મદ શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવેલ છે . સ્પિન ડિપાર્ટમેન્ટમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલ સાથે મળીને વિરોધીઓને ફિરકીમાં ફસાવશે . વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા માટે એશિયા કપ એ અગ્નિ પરીક્ષા બરાબર છે , જો ટીમ ઇન્ડિયા એશિયા કપમાં સારો દેખાવ કરી વર્લ્ડકપ માં ઉતરશે તો ટીમના આત્મવિશ્વાસમાં તબડાતોડ વધારો થઈ શકે વધુમાં એશિયા કપના પરફોર્મન્સથી ટીમના કોમ્બિનેશન ઉપર પણ અસર થઈ શકે એમ છે માટે ટીમ ઇન્ડિયા માટે એશિયા કપ એ વર્લ્ડ કપ પહેલાના અગ્નિ પરીક્ષા સમાન રહેશે .
• કે. એલ રાહુલ અને શ્રેયસ ઐયર જેવા દિગ્ગજ ખેલાડીઓનું કમબેક :
BCCI દ્વારા એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવેલી છે , જેમાં ફૂલ સ્કોડ ઉપર નજર કરતા આપણને જણાય છે કે શ્રેયસ ઐયર અને કે.એલ રાહુલ જેવા ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં કમબેક કરી રહ્યા છે . હાલ રમાયેલ આયર્લેન્ડ સામેની t-20 શ્રેણીમાં જસપ્રિત બુમરાહે સફળ કમબેક કર્યું છે જેના કારણે ટીમ ઇન્ડિયાના ચાહકોમાં જીવમાં જીવ આવ્યો છે . બસ હવે બુમરાહ બાદ શ્રેયસ ઐયર અને કે.એલ રાહુલ પણ સફળ રીતે આ એશિયા કપમાં પોતાના જૂના ફોર્મમાં ફરે તેવી જ ક્રિકેટ ચાહકો આશા લગાવીને બેઠા છે . કારણ કે ઓક્ટોબર મહિનામાં વર્લ્ડકપ શુરૂ થવાનો છે જેમાં આ અનુભવી અને દિગ્ગજ ખેલાડીઓની જરૂરત ટીમ ઈન્ડિયાને ખાસી પડવાની છે .
• 30 ઓગસ્ટથી એશિયા કપની શુરુઆત , ભારત – પાકિસ્તાન વચ્ચે 2જી સપ્ટેમ્બરે મહા – મુકાબલો :
ભારત – પાકિસ્તાન વચ્ચે 2જી સપ્ટેમ્બરે મહા – મુકાબલો : ~ એશિયા કપની શુરુઆત આજથી 9 દિવસ બાદ એટલે 30 ઓગસ્ટના રોજ થશે . જેમાં પહેલો મુકાબલો પાકિસ્તાન અને નેપાળ વચ્ચે થશે અને 2જી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા – મુકાબલો શ્રીલંકામાં પાલેકેલે ગ્રાઉન્ડ ઉપર જામશે. એશિયા કપમાં ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવેલ છે , આ ગ્રુપ પ્રમાણે લીગ મેચસ્ રમાશે જેમાં ગ્રુપ – A મા ભારત , પાકિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ અને ગ્રુપ – B માં અફઘાનિસ્તાન , શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ખેલ જામશે.