Thursday, December 5, 2024

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો 50 હજારથી વધુ ભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો

– 200 વર્ષ પહેલા ભગવાને શરૂ કરેલ પરંપરા આજે પણ યથાવત

– 16 મણ ઘી માં 60 મણ રીંગણનું શાક બનાવ્યું, ભક્તો ભાવ થી જમ્યા

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે પોષી પૂનમના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યશાકોત્સવનો અંદાજે 50 હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો હતો.

વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે 200 વર્ષ પહેલા લોયામાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સુરાખાચરના દરબાર ગઢમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. આ શાકોત્સવમાં શ્રીહરિએ 16મણ ઘી માં 60 મણ રીંગણનું શાક બનાવ્યું હતું. જેનો વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. બસ, ત્યારથી સંપ્રદાયમાં આ પરંપરા ચાલી આવે છે

ભોજનાલયમાં સંતો દ્વારા તુલસીપત્ર અને ગુલાબની પાંદડીથી પ્રસાદીના વધામણા

સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વડતાલ મંદિરના ભોજનાલયમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી, કોઠારી સંતસ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીક અને શ્યામવલ્લભસ્વામી વગેરે સંતોએ શાકોત્સવના વ્યંજનોને તુલસીપત્રો અને ગુલાબની પાંખડીઓથી વધાવ્યા હતા. આચાર્ય મહારાજએ ભોજનાલયના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. પુનમના રોજ સવારે ઐતિહાસિક સભા મંડપ અને પ્રસાદીના કૂવા પાસે ભવ્ય સમુહમહાપુજાની આયોજન કરવામાં આવ્યું હતું.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો 50 હજારથી વધુ ભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો

સતસંગી ભાઈ-બહેનોએ પુજાનો લાભ લીધો

સાથે સાથે આ મહાપુજાનો 300થી વધુ સત્સંગી ભાઇ-બહેનોએ લાભ લીધો હતો. હૈદરાબાદના શાસ્ત્રીસ્વામી સત્યપ્રકાશદાસજી મહાપુજાના પ્રેરક હતા. સમગ્ર ઉત્સવનું આયોજન ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામીએ સંભાળી હતી.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો 50 હજારથી વધુ ભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો

આ ન્યુઝ પણ છે..

- Advertisement -spot_imgspot_img
Latest news
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here