– લેબર પાર્ટી ને સનાતન પુસ્તક શુભ નીવડ્યું હોવાનો દાવો
– સ્થાનિક ગુજરાતી હરીદત્ત અને રંગદત્ત જોશી એ પુસ્તકની ભેટ આપી હતી
યોગીન દરજી, ભારત
તાજેતરમાં બ્રિટનમાં યોજાયેલ ચૂંટણીમાં લેબર પાર્ટીને ભવ્ય સફળતા મળી છે. આ સફળતા બાદ ભારતીય લેબર પાર્ટીને જીતાડવા માં ભારતીય મૂળના લોકોનો મહત્વ નો ભાગ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ ચૂંટણીમાં પાર્ટીના નેતા કિઅર સ્ટોમર ને ભવ્ય સફળતા માટે વિશ્વભર માંથી શુભકામનાઓ નો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ચૂંટણી દરમિયાન ભારતીય મૂળના અનુયાઈઓ દ્વારા આપવામાં આવેલ સનાતન પુસ્તક પાર્ટી માટે ઘણું શુભ રહ્યું હોવાનું પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
અહી રહેતા સામાજિક કાર્યકર હરીદત્ત અને રંગદત્ત જોશી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ભારતમાં મોદી સરકારે જે અબકી બાર 412 નો જે નારો આપ્યો હતો તેને બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટી એ હાંસિલ કરી બતાવ્યો છે. ચૂંટણી બાદ બંને જોષી ભાઈઓએ લેબર પાર્ટીને ભવ્ય સફળતા માટે શુભકનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી પદ મેળવનાર કિઅર સ્ટોમર અને નાયબ પ્રધાનમંત્રી એન્જેલા રાઈનર ને રૂબરૂ મળી શુભકામનાઓ પાઠવી હતી.