– કપડવંજ ની આ સોસાયટી સમજે છે સામાજિક જવાબદારી
– સ્પર્શ રેસીડેન્સીમાં નકામા દોરા પતંગ પ્લાસ્ટિક નો નિકાલ
કપડવંજ | ઉતરાયણ હર્ષ અને ઉલ્લાસનો તહેવાર છે. સમગ્ર રાજ્યમાં ખૂબ આનંદપૂર્વક ઉતરાયણ ઉજવવામાં આવે છે. આ એવો સમય છે જ્યાં દરેક જીવ સૃષ્ટિની અંદર ચેતનાનો સંચાર થાય છે. આખા દિવસ દરમિયાન તાપ માં રહેવાનો પણ અનેરો આનંદ હોય છે. દિવસ દરમિયાન કિલ્લોલ, સંગીત અને નાસ્તાની મોજ સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ તહેવાર ઉજવાઈ ગયા પછી પણ આપણી કેટલીક જવાબદારી છે.
આપણે સમગ્ર જીવ સૃષ્ટિ માટે કામ કરવાનું છે. એટલે દરેક તહેવાર પછી સફાઈ સ્વછતા જરૂરી છે. આપડે નકામા દોરા, કાગળ, પ્લાસ્ટિક ભેગા કરવા જોઈએ જેથી પછીના સમયમાં આવનાર આફત થી બચી શકાય. આવો જ પ્રયોગ કપડવંજની સ્પર્શ રેસીડેન્સમાં થયો. જેમાં સોસાયટીના મિત્રોએ ઉત્તરાયણ પછી ભેગા થઈ સોસાયટીમાં નકામાં દોરા, કાગળ નકામો કચરો પ્લાસ્ટિક બધું ભેગું કરી તેનો તાત્કાલિક નિકાલ કર્યો. આવો આપણે પણ આવી જાગૃતિ દાખવી અને પોતાના આજુબાજુ વિસ્તારમાં સોસાયટીમાં આવા નકામા દોરા, કાગળ, પ્લાસ્ટિક હોય તો તેને યોગ્ય નિકાલ કરીએ..