~ વિશ્વ કપ માટે ભારતીય ટીમની થઈ પસંદગી
~ ભારત ૧૨ વર્ષ બાદ કરશે ૫૦ ઓવરના વર્લ્ડકપની યજમાની
હર્ષ ભટ્ટ | આવનાર 50 ઓવરના વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવેલી છે . ટીમમાં રોહિત શર્મા સુકાની પદે અને હાર્દિક પંડ્યાના ઉપકપ્તાન પદે ટીમ બનાવવામાં આવેલી છે જેમાં શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઇશાન કિશન, કે.એલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવેલો છે . ટીમનું કોમ્બિનેશન જોતા લાગે છે કે ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે ભારતના પીચ કન્ડીશન્સના અનુસાર ટીમ તૈયાર કરવામાં આવેલી છે , જેમાં સાત પ્રોપર બેસ્ટમેનની સાથે ત્રણ જાખમજોર રોલ રાઉન્ડર , ચાર ઘાતક ફાસ્ટ બોલર અને એક ચાઈનામેન સ્પીનરનો સમાવેશ કરવામાં આવેલો છે .
• ” બધા જ ડિપાર્ટમેન્ટને યોગ્ય ન્યાય મળી શકે તે રીતે વિચાર કરીને ટીમનું બેસ્ટ કોમ્બિનેશન તૈયાર કરવામાં આવ્યું છે ” – રોહિત શર્મા
~ BCCI દ્વારા શ્રીલંકામાં હાલ રમાઈ રહેલા એશિયા કપની વચ્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાત કરવામાં આવેલી હતી . આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા અને ટીમના ચીફ સિલેકટર અજીત અગરકરે હાજરી આપી હતી . પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ ટીમના કોમ્બિનેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે અમારી પાસે સાત મજબૂત બેટ્સમેન , ત્રણ ઓલ રાઉન્ડર , ચાર પેસ બોલર્સ અને એક સ્પિનર છે અને અમે અમારી પાસે રહેલા સોર્સસ્ ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરીને ટીમને બનાવી છે અને બધા ડિપાર્ટમેન્ટને યોગ્ય ન્યાય મળી રહે તે રીતે ટીમના કોમ્બિનેશનને ઉત્કૃષ્ટ બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવેલો છે .
• ભારત બનશે વર્લ્ડકપનું યજમાન , અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ફાઇનલ :
ઉલ્લેખનીય છે કે આ વખતે વર્લ્ડ કપની યજમાની ભારત દેશ કરી રહ્યો છે . વર્ષ 2011માં જ્યારે ભારતીય ટીમ એ વર્લ્ડ કપની યજમાન કરી હતી ત્યારે ભારતીય ટીમ એ ભારતીય કન્ડિશન્સનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ ટીમે વિશ્વકપ પોતાના નામે કર્યો હતો . માટે બધા ભારતીય ટીમના ચાહકો આ વર્ષે પણ એવી આશા રાખી રહ્યા છે કે ભારતીય ટીમ ભારતમાં વિશ્વ કપ જીતીને ઇતિહાસમાં પોતાનું નામ હંમેશા માટે અમર કરી દે . વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો રમાશે .
• 5 ઓક્ટોબર થી થશે વર્લ્ડ કપની શરૂઆત , 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ખરાખરીનો જંગ :
~ 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે , જેમાં પહેલો મુકાબલો 2019ના વર્લ્ડ કપના ફાઇનલિસ્ટ એટલે કે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના વચ્ચે રમાશે . વર્લ્ડ કપ 46 દિવસ સુધી યોજાશે જેમાં 10 ટીમ વચ્ચે 48 મેચો રમાશે . વર્લ્ડ કપમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામમુકાબલો જામશે , ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મુકાબલો વરસાદમાં ધોવાઈ ગયો હતો માટે ક્રિકેટના ચાહકો હવે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર જોવા માટે તત્પર છે.
• હાલ રમાઈ રહેલા એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ચયન પામેલ ભારતીય ટીમમાં કેટલી સામ્યતા ?
~ શ્રીલંકા ખાતે હાલ એશિયા કપ રમાઇ રહેલ છે. જેમાં હાલના પોઝિશન મુજબ ભારતીય ટીમ એ નેપાળ સામે વિજય મેળવીને ટોપ ફોરમાં એન્ટ્રી મેળવી લીધી છે . ભારત તેનો આગલો મુકાબલો પાકિસ્તાન સામે રમશે . પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે એશિયા કપમાં રમી રહેલ ભારતીય ટીમ અને વર્લ્ડ કપ માટે સિલેક્ટ થયેલ ભારતીય ટીમમાં કેટલી સામ્યતા છે . એશિયા કપની ભારતીય ટીમમાંથી 18 માંથી 15 ખેલાડીઓની વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવેલી છે અને એશિયા કપમાં રમી રહેલ ત્રણ ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળેલ નથી જેમાં તિલક વર્મા , સંજુ સેમસન અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ થાય છે .