– બંને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજ્યા
– સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ 23-24 નું આયોજન કરવામાં આવ્યું
26મી જાન્યુઆરી એટલે કે આપડા ગણતંત્ર દિવસ ની સમગ્ર દ્રહ માં ઉજવણી કરવામાં આવી. ત્યારે મધર કેર સ્કૂલના બાળકો દ્વારા આ દિવસ ની વિશેષ ઉજવણી કરવામાં આવી. સ્કૂલના 24 માં સ્થાપના દિવસ નિમીતે સ્કૂલની બન્ને બ્રાંચ પર “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” 23-24 નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બન્ને બ્રાંચના થઇ કુલ 1450 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ વિષયોના પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન, જ્ઞાનવર્ધક નાટક અને બીજી અનેક રીતે વાલીઓ અને આમંત્રિત મહેમાનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસેન્ગે હાજર વાલીઓ એ તેમની હકારાત્મક પ્રતિક્રિયા આપી સ્ટુડન્ટ, શિક્ષક અને સ્કૂલના મેનેજીંગ સ્ટાફ ને ખુબજ બિરદાવ્યા હતા. સાથે ટ્રસ્ટીઓ પણ બંને બ્રાંચના બધા શિક્ષક, પ્રિન્સિપાલ, અને મેનેજીંગ સ્ટાફને આખાયે પ્રોગ્રામ ની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.