Thursday, December 5, 2024

જમ્મુ કાશ્મીરમાં યોજાયેલા માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં 78 બટાલિયનમાં એક જ મુસ્લિમ યુવતી ને એ જ દેશમાં ફર્સ્ટ આવી!

ગુજરાતી યુવતીની સાહસિકતા

જમ્મુ કાશ્મીરમાં યોજાયેલા માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં 78 બટાલિયનમાં એક જ મુસ્લિમ યુવતી ને એ જ દેશમાં ફર્સ્ટ આવી!

નડિયાદ |

18 જાન્યુઆરી બાદની ઠંડી હાડકા થીજવી દે તેવી હતી. એમાંય જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો કલ્પના માત્રથી જ શરીર ઠંડુ પડી જાય. આ સમય દરમિયાન ગુજરાત તરફથી જમ્મુ કાશ્મીરમાં માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં રિપ્રેઝન્ટ કરી નડિયાદ તાલુકાના નરસંડાની કરિશ્મા કુરેશીએ આખા દેશમાં પ્રથમ નંબર મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. 78 બટાલિયનમાં આ એકજ મુસ્લિમ યુવતી હોય મુસ્લિમ સમાજનું પણ નામ રોશન કર્યું છે.

કરીશ્માની પસંદગી આખા ગુજરાતના લગભગ 60 હજાર જેટલા એનસીસી કેડેટ્સમાંથી થઈ

નડિયાદ તાલુકાના નરસંડા ગામના ઇન્દિરા નગરીમાં રહેતા સાર્જન્ટ કરિશ્માબાનું ઇકબાલાએહમદ કુરેશી જે 4 ગુજરાત ગર્લ્સ બટાલિયનના કેડેટ એટલે કે NCCમાં છે અને સી.પી.પટેલ & એફ.એચ.શાહ કૉમેર્સ કોલેજ, આણંદમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓને માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં ગુજરાત તરફથી જમ્મુકાશ્મીરમાં રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો હતો. તેણીની પસંદગી આખા ગુજરાતના લગભગ 60 હજાર જેટલા એનસીસી કેડેટ્સમાંથી થઈ હતી. તે જમ્મુ કાશ્મીરમાં પહાડી એરિયામાં ટ્રેનીંગ માટે 18મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી દરમિયાન જાઇ આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં 17 રાજ્યોના 78 કેડેટ્સની પ્રતિયોગીતામાં ભાગ લઈ ગુજરાત નામ રોશન કર્યું છે.

જમ્મુ કાશ્મીરમાં યોજાયેલા માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં 78 બટાલિયનમાં એક જ મુસ્લિમ યુવતી ને એ જ દેશમાં ફર્સ્ટ આવી!

8 કિલોના બુટ પહેરીને બરફમાંથી રસ્તા કાઢવા મારા માટે પહેલો અનુભવ હતો

કરિશ્માએ જણાવ્યું હતું કે ગુજરાત તરફથી રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો એ મારા માટે ગર્વની વાત હતી એટલે કોઈ પણ ભોગે રાજ્યનું નામ મારે આગળ લાવવું હતું એટલે માઇનસમાં તાપમાન હોવા છતાં હું ત્યાં અડીખમ રહી હતી. 8 કિલોના બુટ પહેરીને બરફમાંથી રસ્તા કાઢવા મારા માટે પહેલો અનુભવ હતો ઘણા સ્પર્ધકો આવી ઠંડીમાં બીમાર પડ્યા ઘણાના નાકમાથી લોહી નીકળવા લાગ્યું તો ઘણાને ફેક્ચર થયા. આવી કપરી સ્થિતિમાં ત્યાં હાજર રહેવું મારા માટે મુશ્કેલ હતું. પરંતુ કંઈ કરી બતાવવાની મારી ઈચ્છાને જોરે હું ત્યાં ટકી રહી અને મેં 15 દિવસની આ શિબિરમાં એવું પર્ફોમન્સ આપ્યું કે આખા દેશના ભેગા થયેલા 78 વ્યક્તિઓમાંથી મારું પ્રથમ રેન્ક આવ્યો છે.

માઇનસમાં તાપમાનમાં રહીને સ્નોવ સ્કિન કરવું ગણું અઘરુ હતું

જમ્મુ કાશ્મીરમાં યોજાયેલા માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં 78 બટાલિયનમાં એક જ મુસ્લિમ યુવતી ને એ જ દેશમાં ફર્સ્ટ આવી!

આની પાછળ સૌપ્રથમ અલ્લાહ અને ત્યારબાદ મારા માતા-પિતા ભાઈ કોલેજના શિક્ષકો વગેરે ને જસ આપું છું તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, મારો ભાઈ મહંમદહનીફ ઇકબાલએહમદ કુરેશી જેઓ 13 ગુજરાત બાટાલિયન એનસીસી વી વી નગરના કેડેટસ છે અને હાલ તેઓ સી પી પટેલ & એફ એચ શાહ કૉમેર્સ કોલેજ, આણંદમાં BBA-ITMના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ પણ ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ દિલ્હી મુકામે ડી જીએનસીસીમાં હેલ્થ અને હાઇજીંગ એન્ડ ટેન્ટ પીચિંગ જેવી સ્પર્ધાઓમાં ગુજરાત ડાયરેક્ટરેટને રિપ્રેજન્ટ કરી ચૂકયા છે. સાથે તે ઓલ ઓવર ગુજરાત ડાયરેક્ટરેટના સિનિયર કેડેટ તરીકેની ફરજ પણ બજાવી હતી. તેમની પ્રેરણા અને મદદ મારા માટે મહત્વની બની ગઈ હતી. ભાઈનું સતત માર્ગદર્શન મારી આ સિદ્ધિ પાછળ મહત્વનું છે. માઇનસમાં તાપમાનમાં રહીને સ્નોવ સ્કિન કરવું ગણું અઘરુ હતું. પણ હિંમત અને જોશ ભરેલો હોય તો માઇનસ ડિગ્રી તાપમાન પણ આપણા માટે કાઈ નથી. GCI પૂનમબેન જમ્મુ કશ્મિર્ મુકવા માટે ગયા હતા, સિનિયર GCI પન્નાબેન જમ્મુ કશ્મિર તેણીને લેવા માટે આયા હતા.

અગર હોશલા બુલંદ હો તો કોઈ પણ ગમે તેટલી મોટી મુશ્કેલી હોય તો પણ આપણે આપણી જીત મેળવી શકીએ છે

15 દિવસની ટ્રેનિંગમાં એક પણ દિવસ કોઈ પણ પ્રકારની રજા લીધા વગર મે મારા લક્ષ ને પામવા માટે ખુબજ અઘરી મહેનત કરી છે. અને જે મારું સપનું હતું કે ગુજરાત ડિરેક્ટરેટ ને પ્રથમ સ્થાને લાવીશ તે મે કરી ને બતાવ્યું છે. આ 15 દિવસ ની ટ્રેનિંગ માં મને ગણું બધું શીખવા મળ્યું છે પણ હુ એટલુંજ કહીશ કે, અગર હોશલા બુલંદ હો તો કોઈ પણ ગમે તેટલી મોટી મુશ્કેલી હોય તો પણ આપણે આપણી જીત મેળવી શકીએ છે.

- Advertisement -spot_imgspot_img
Latest news
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here