મિત્રએ જ આપ્યો પોતાના મિત્રને દગો
અમદાવાદ |
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક ગુનાહિત ઘટના સામે આવી છે. જેમાં પત્ની, મિત્ર અને બદલાની ભાવનાએ એક કરુણ અંજામ લાવીને મુક્યો છે. ઓઢવ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના મિત્રને રાજસ્થાનથી લાવી પોતાના ઘરે આસરો આપ્યો હતો. જોકે ભાઈની જેમ રાખેલા પોતાના મિત્રએ જ તેની આ પત્ની સાથે પ્રેમ સંબંધો બાંધ્યા પછી મામલો ઉગ્ર બન્યો હતો અને આ ઘટનામાં પતિએ બાદમાં પત્નીને છૂટું આપી દીધું હતું પરંતુ તે પછી પણ તે ગુસ્સે હતો. તેણે પોતાની પૂર્વ પત્ની પર હુમલો કરાવ્યો હતો. હવે આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાતા પતિને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
દગાબાજ મિત્રને કાઢી મુક્યો અને પત્નીને આપ્યા છૂટાછેડા
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતા ઉત્તમસિંગ તેના મિત્ર કેરસિંગને રાજસ્થાનથી લઈને આવ્યા ત્યારે તેમણે પોતાની સાથે રાખ્યો, આસરો આપ્યો અને ભાઈની જેમ જરૂરી મદદ કરી. કેરસિંગના લગ્ન 2020માં જ થયા હતા પરંતું તે બહુ ટક્યા નહીં અને પત્ની સાથે છૂટું લઈ લીધું હતું. જે પછી કેરસિંગ અહીં ઉત્તમસિંગના ઘરે રહેતા રહેતા તેમની જ પત્ની કૈલાસ સાથે પ્રેમ સંબંધમાં બંધાયો હતો. આ અંગે ઉત્તમસિંગને જાણ થઈ ગઈ અને તેમણે ગુસ્સે થઈને કેરસિંગને ઘરેથી કાઢી મુક્યો અને પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતા.
એક્ટિવા પર જતા હતા ત્યારે કર્યો હુમલો
છૂટાછેડા પછી કેરસિંગ અને ઉત્તમસિંગની પૂર્વ પત્ની બંને રિલેશનમાં રહેતા હતા. કેરસિંગને એક કાપડની દુકાન પણ થઈ ગઈ અને હવે તે પોતાની પ્રેમિકા એટલે કે ઉત્તમસિંગની પત્ની સાથે લીવઈનમાં રહેવા લાગ્યો હતો. પોતાના મિત્ર સાથેના હજુ પણ સંબંધોને લઈ ઉત્તમસિંગ પત્ની પર ગુસ્સે હતો. તેણે પોતાને થયેલા દગાનો બદલો લેવા એક ષડયંત્ર રચ્યું. પોતાના મિત્રની મદદ લઈને કેરસિંગ અને કૈલાસ એક્ટિવા પર જતા હતા ત્યારે ત્રણ શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કેરસિંગે પોલીસ સમક્ષ ઉત્તમસિંગ સામે શંકાની સોય ટાંકી હતી. પોલીસે ઉત્તમસિંગને પકડી લઈ પુછપરછ કરતાં તેણે બધું જ કહી દીધું હતું.
અન્ય સમાચાર :-
કોમેડી કિંગ જેઠાલાલને મળી જાનથી મારી નાખવાની ધમકી? જેઠાલાલ એ ખુદ જણાવી સાચી હકીકત
અંબાજીમાં ચીકીનો પ્રસાદ જોઈ ભક્તો રોષે ભરાયા, બોલ્યા-અમને તો મોહનથાળ જ જોઈએ
પતિએ પોલીસને શું કહ્યું?
ઉત્તમસિંગે પોલીસ સમક્ષ વાત કરી કે, તે પોતાના મિત્ર સાથે બદલો લેવા માગતો હતો, પોતાની પત્ની સાથે બદલો લેવા માગતો હતો. જેના કારણે તેણે પોતાના મિત્રની મદદ લઈને તેમના પર હુમલો કરાવ્યો હતો. પોલીસે તેના નિવેદન લઈને ધરપકડ કરી હતી. આ સાથે જ કેરસિંગ અને કૈલાસ પર હુમલો કરનારા શખ્સોની શોધ પણ શરૂ કરી દીધી છે.