– ખેડા જિલ્લામાં કોંગ્રેસનો વધુ એક સ્તંભ તૂટ્યો
– જિલ્લા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કાર્યકરોમાં ઉદાસી
નડિયાદ | ભાજપ જાણે કે કોંગ્રેસમુક્ત ખેડા જિલ્લાનું અભિયાન પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું હોય તેમ એક બાદ એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ગાંધીનગર ખાતે વિવિધ ભાજપમાં જોડાઈ જતા ખેડા જિલ્લા કોંગ્રેસમાં જાણે કે ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાતા કોંગ્રેસને કોઈ જ ફરક નહીં પડે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ઈન્દ્રજીતસિંહ પરમાર જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ પડદા પાછળ તો તેઓ પક્ષ વિરોધી જ કાર્યવાહી કરતા હતા. જેથી તેઓ સીધેસીધા ભાજપમાં જોડાઈ ગયા તે સારું થયું.
જુઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભીનું ઇન્ટરવ્યૂ
સ્ટેજ પર રાજેશ પાઠક ઇન્દ્રજીતસિંહને પકડીને આવ્યા
મહત્વની વાત છે કે ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાયા તે સમયે સ્ટેજ પરના દ્રશ્યો જોવા જેવા હતા. એક સમયે ખેડા જિલ્લાના મોટા નેતા તરીકે ઓળખાતા અને હાલ મહીસાગરના મોટા નેતા રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક ઇન્દ્રજીતસિંહ પરમારને પકડીને ભાજપ પ્રદેશ પ્રમુખની પાસે લાવતા હોય તેવું જોવા મળ્યું હતું.