– ચેરમેનની નિમણૂકમાં નો રીપીટ થિયરીનો અમલ થતા સભ્યો ખુશ
– પક્ષ દ્વારા સીલ બંધ કવરમાં વિહીપ મોકલવામાં આવ્યા
નડિયાદ | નડિયાદ નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનોનો સમયગાળો પૂર્ણ થઈ જતા આજરોજ કમિટીઓના ચેરમેનોની નિમણૂક કરવામા આવી હતી. આજરોજ બપોરે 12:00 વાગે નગરપાલિકાના સભા હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાન્ય સભા દરમિયાન વિવિધ કમિટીના ચેરમેનોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચેરમેનોના નામ પક્ષ દ્વારા એક શીલ બંધ કવરમાં વ્હીપ દ્વારા મોકલવામાં આવ્યા હતા જેને સૌની વચ્ચે ખોલવામાં આવ્યું હતું અને ત્યારબાદ નામોની જાહેરાત કરવામાં આવી હતી.
શું બન્યુ સભા ખંડમાં જુઓ..
કમિટીઓની રચનામાં નો રિપીટ થિયરીનો થયો અમલ
સમગ્ર મામલે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ જણાવ્યું હતું કે આ વખતે નડિયાદ નગરપાલિકામાં થયેલ વિવિધ કમિટીઓની નિમણૂકમાંનો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે 2021 માં જિલ્લા પ્રમુખ અજયભાઈ પોતે ચાર તેમના સભ્ય હતા, અને પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ત્રણ ટર્મથી વધુ વાળા સભ્યો એ ચૂંટણી નહીં લડવાની. જે નિયમને તેઓ એ સહર્ષ સ્વીકારી લીધો હતો.
જાણો કયા સભ્યને કઈ કમિટી મળી, આ રહ્યુ લિસ્ટ..