– પ્રથમ તબક્કે ચાર સીટી બસ શરૂ થશે બાદમાં સંખ્યા વધશે
– આજરોજ નગરપાલિકા દ્વારા સીટી બસના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો
નડિયાદ | નડિયાદ વાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે સીટી બસ સેવા નજીકના દિવસોમાં શરૂ થઈ રહી છે. સમગ્ર મામલે આજે નગરપાલિકા અને સીટી બસના કોન્ટ્રાક્ટરો વચ્ચે ધારાસભ્ય પંકજ દેસાઈના ઘરે એક મીટીંગ થઈ હતી. જેમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ તબક્કે સૌપ્રથમ ચાર બસો શરૂ કરવામાં આવનાર છે. જે નડિયાદ સહિત તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં ફરશે અને નડિયાદ શહેર તેમજ નડિયાદ ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો લાભ મળી રહેશે.
સિટી બસમાં કેવી હશે સુવિધા તે પણ જાણો
સમગ્ર બાબતે સીધી બસના કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે જે સીટી બસો નડિયાદમાં મૂકવામાં આવનાર છે તે 32 સીટો વાળી સીટી બસ હશે. આ તમામ બસોમાં ડબલ ડોર હશે જેમાં પાછળથી બસમાં ચડવાનું તેમજ આગળથી ઉતરવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે મહિલાઓની સુરક્ષા માટે ખાસ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવનાર છે અને બસનું ઓછામાં ઓછું 7 રૂપિયા અને વધુમાં વધુ 15 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.