– નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકારનું છેલ્લું અને લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે
– 19 કિલોગ્રામના કોમર્સિયલ સિલિન્ડરમાં રૂ.14 નો વધારો કરવામાં આવ્યો છે
દિલ્હીની સંસદમાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું લોકસભા ચૂંટણી અગાઉનું વચગાળાનું બજેટ રજૂ કરશે. જોકે આ બજેટ રજૂ થાય તે પેહલા જ દેશની પ્રજાને મોંઘવારીનો મોટો ઝટકો મળીગયો છે. 19 કિ.ગ્રા.ના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે.
જાણો કેટલો ભાવ વધારો થયો?
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર 19 કિ.ગ્રા.વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે. નવા દરો આજથી 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવી ગયા છે.
ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
જોકે સુત્રો તરફથી એવી માહીતી પણ મળી રહી છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પણ જ્યારે ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર રખાઈ છે. જે ગ્રૃહિણીઓ માટે સારા સમાચાર ગણી સકાય. જોકે કોમર્સીયલ સિલિન્ડરના ભાવમાં વધારો થતા તેના થકી ઉત્પાદીત થતી ચીજવસ્તુઓના ભાવમાં પર ભવિષ્યમાં અસર જોવા મળશે.