– 2435 લીટર દેશી દારૂ ઝડપાયો
– મોટી માત્ર માં દેશી દારૂ ઝડપાતા તર્ક વિતરક
નડિયાદ | નડિયાદ શહેરના રીંગ રોડ વિસ્તાર માંથી દેશી દારૂની આખેઆખી ફેક્ટરી ઝડપાઈ છે. મહત્વની બાબત છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી નડિયાદ શહેરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં દેશી તેમજ વિદેશી દારૂનો મોટામાં મોટો જથ્થો પકડાઈ રહ્યો છે. આજે વધુ એક દરોડામાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રૂ. 48,700 ની કિંમત નો 2135 લીટર દેશી દારૂ ઝડપી પાડયો હતો.
મહત્વની બાબત છે કે સ્ટેટ વિજિલન્સ દ્વારા પાડેલા ધરોડામાં પ્રકાશ તળપદા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 10 જેટલા આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરવામાં આવીયા છે. આ દરોડામાં આખે આખી ફેક્ટરી ઝડપાઈ છે, જ્યાં લાઈવ ભઠ્ઠીઓ પણ મળી આવી હતી. એક સામટા 8 થી વધુ પીપળા ગોઠવીને ચાલુ કરેલી ભઠ્ઠીઓ માં દેશી દારૂ બની રહ્યો હતો. કામ ચાલુ હતું તે દરમિયાન વિજિલન્સ પોલીસે દરોડા કરતા મોટી માત્રામાં દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ઓ ઝડપાઈ ગઈ હતી.
કોના આશીર્વાદથી ચાલતી હતી ફેક્ટરી તે તપાસનો વિષય..
મહત્વની બાબત છે કે જે પ્રકારે પોલીસે આખે આખી ફેક્ટરી ઝડપી પાડી છે તેમાંથી જે પ્રકારે માલ સામાન મળી આવ્યો છે તેને જોતા સ્પષ્ટ થાય છે કે કોઈ મોટા માથાના આશીર્વાદ હેઠળ જ આ ફેક્ટરી ચાલતી હશે. કારણ કે પોલીસ થી છાના છીપી આટલી મોટી ફેક્ટરી ચલાવવી તે બાબત માનવામાં આવે તેમ નથી.