નડિયાદ | નડિયાદ શહેરમાં હોસ્પિટલ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી જતા અફરા તફરી મચી ગઈ હતી. શહેરના રબારીવાડ વિસ્તાર માં આવેલ શૈશવ હોસ્પીટલ પાસે ગત રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી. ત્રાજ ગામને રહેવાસી હર્ષિતભાઈ શર્મા પોતાના સ્વજનની ખબર પૂછવા માટે હોસ્પિટલ આવ્યા હતા તે સમયે તેઓએ હોસ્પિટલની સામેની તરફ પોતાની કાર કરી હતી. જે સમયે કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગળના ભાગમાં આગ લાગી હતી, અને ધીમે ધીમે આગ ફેલાવવા લાગી હતી. જેની જાણ સ્થાનિકો દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગ લાગી કેવી રીતે શું ખરેખર શોર્ટ સર્કિટ હતું કે પછી કોઈએ ષડયંત્ર કર્યું તે બાબત ચર્ચાસ્પદ બની છે.